પિત્તાશયમાં પથરી સમાજમાં માં ખુબ સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા છે. આથી જ આવા ઘણા લોકો પોતાના આહાર પ્રત્યે સજાગ હોય છે. તો ચાલો આપણે થોડું તેના વિષે ચર્ચા કરી વધુ સમજ મેળવીએ. એક આરોગ્યપ્રદ આહાર એ પિત્તાશયની પથરી/ દુઃખાવા ની સારવાર નો મહત્વનો ભાગ છે.
પિત્તાશયની પથરી હોય તેવી વ્યક્તિઓ માટે કોઈ નિશ્ચિત ડાયેટ પ્લાન હોતો નથી. એનો મતલબ કે આપ ગમે તે ખાઈ શકો? કયારેય નહી! ડાયેટને
લગતા તમારા માટેના સૂચનો કોઈ પણ બીજા સ્વસ્થ વ્યક્તિ માટેના સૂચનો જેવા જ હોય છે. આરોગ્યપ્રદ ખોરાક લો. એટલે કે સંતુલિત આહાર લો, સમયાંતરે ખાવ અને પ્રમાણમાં થોડું થોડું ખાવ, ધીરે ધીરે શાંતિથી અને ચાવી ચાવીને ખાવ.
આરોગ્યપ્રદ આહારના ભાગરૂપે નીચે જણાવેલ આહાર લેવાનું ટાળવું તથા તેની પરેજી પાળવી.
સામાન્ય રીતે ઓછી ચરબીવાળો ખોરાક લેવાનું સૂચન કરવામાં આવે છે. તેનો ખરેખર અર્થ તળેલો અને વધુ ઘી, તેલ અને બટર યુક્ત ખોરાક ટાળવાનો છે. આપને એકદમ જ ઓછા ચરબીવાળા ખોરાકની જરૂર નથી. પરંતુ એક સામાન્ય સંતુલિત આહારની જરૂર છે.
“શું આહાર જ પિત્તાશયની પથરીની સારવાર બની શકે ખરો?” “પિત્તાશયની પથરીને કુદરતીરીતે ઓગાળવા અથવા બહાર કાઢવા માટેનો આહાર “, આ પ્રકારના હેડિંગ્સ સાથે ઘણા બધા આર્ટિકલ ઓનલાઇન જોવા મળે છે. પરંતુ સાચું કહું તો કોઈ પણ આહાર કે બીજી કોઈ રીત નથી જે પિત્તાશયની પથરીને ઓગાળી શકે. હા, એક સ્વસ્થ વ્યક્તિ આરોગ્યપ્રદ આહાર લઈને પથરી બનતી અટકાવી શકે છે, પરંતુ એક વખત પથરી બની જાય પછી કોઈપણ આહારથી તેને ઓગાળી શકાતી નથી.
પિતાશયમાં પથરી અનેક પરિબળો અને કારણોને લીધે થાય છે. આથી જ તે આરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલી ધરાવતા દર્દીઓમાં પણ થઇ શકે છે. આવું ખાસ કરીને વધતી ઉંમર અને પ્રેગ્નન્સીમાં હોર્મોન અને મેટાબોલિક કારણોસર થાય છે. ઘણીવખત બાળકોમાં કેટલાંક ભાગ્યેજ જોવા મળતા લોહીને લગતા કારણોને લીધે પણ પથરી બને છે. આથી જ એકવખત બની ગયેલી પથરીને આહાર ઓગાળી શકતો નથી. સમસ્યા પિત્તાશયની બદલાયેલી કાર્યપ્રણાલીને લીધે ઉદભવેલી હોય છે. જો સર્જરી કરીને પથરી કાઢી નાખીએ અને પિત્તાશયને એમજ શરીરમાં રહેવા દઈએ તો પણ પથરી ફરીથી બની શકે છે. તેથી જ ઓપરેશનમાં ફક્ત પથરી નહિ પણ આખું પિત્તાશય કાઢવામાં આવે છે.
જો પિત્તાશયની પથરીથી દુખાવો કે ઉલટી જેવા લક્ષણો ઉદ્દભવતા હોય તો આપે ચરબીયુક્ત આહાર સમ્પૂર્ણપણે ટાળવો જોઈએ. સામાન્યરીતે પિત્તાશયની પથરીનો દુખાવો ભારે અને ચરબીયુક્ત આહાર લીધા પછી થતો હોય છે. ખાસ કરીને ડિનર લીધાના 1-2 કલાક પછી. સાચું કહું તો જો આવી પરિસ્થિતિ હોય તો નિશ્ચિત આહારને બદલે વહેલી તકે પિત્તાશય કાઢવાની સર્જરી કરવી જોઈએ. આમ છતાંય જ્યાં સુધી સર્જરીની રાહ જોઈ રહ્યા હોઈએ ત્યારે, પિત્તાશયની પથરીના દુખાવો ઓછો કરવા, આહારનું સૂચન જો મારે કરવાનું હોય તો એ આ પ્રમાણે હોય.
પિત્તાશય કાઢવાની સર્જરી પછીના આહાર વિષે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણુંખરું એવું માનવામાં આવે છે, કે તેની અસર પાચન પર પડે છે. આથી આહારમાં સર્જરી પછી ઘણા ફેરફાર જરૂરી હોય છે. પરંતુ આ સત્યથી ઘણી દૂરની વાત છે. ખરેખર સર્જરી પછી આપનું પાચનકાર્ય એમનું એમ રહે છે અને તેથી આહારમાં કોઈ બદલાવની જરૂર હોતી નથી. હકીકતમાં જરૂર છે આરોગ્યપ્રદ સામાન્ય આહારની, ભારે તથા ચરબીયુક્ત આહારને ટાળવાની. દરેક સ્વસ્થ વ્યક્તિઓએ પણ આદર્શરીતે આ આહારની સલાહને અનુસરવું જોઈએ.
ઇન્ટરનેટ ઉપર સામાન્યરીતે એવું વાંચવા મળે છે કે પિત્તાશયના ઓપરેશન પછી દર્દીઓએ થોડા દિવસ સુધી લિક્વિડ પર રહેવું પડે છે. એવું પણવાંચવા મળે છે કે પિત્તાશય કાઢ્યા પછી વ્યક્તિને સામાન્ય આહાર અને કાર્યશીલતા પર આવતા એક અઠવાડિયું લાગે છે. પરંતુ આ માહિતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. આ આર્ટિકલનો મુખ્ય ધ્યેય પબ્લિકમાં સાચી માહિતી પુરી પાડવાનો છે.
બીજી પણ એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે ” પિત્તાશય કાઢ્યા પછી પાચનશક્તિ ખુબ નબળી પડી જાય છે.” આ ગેરમાન્યતા એટલે ઉદ્દભવેલ છે કારણકે, ઘણાબધા પિત્તાશયની પથરીના દર્દીઓમાં પથરીની સાથે અન્ય પાચન સમ્બન્ધિત સમસ્યાઓ પણ જોડાયેલી હોય છે. જેવી કે GERD / એસિડરીફ્લક્સ /હાર્ટબર્ન, ઓડકાર, કબજિયાત અને IBS. દર્દી એમ સમજતા હોય છે કે આ બધાજ લક્ષણો પથરીને લીધે જ છે. જે ઘણાબધા દર્દીઓ માટે સાચું નથી. જણાવેલ દરેક સમસ્યા એ પોતાની રીતે અલગ અલગ પાચન સંબન્ધિત સમસ્યાઓ છે. અને દરેક માટે અલગ અલગ સારવારની જરૂર હોય છે. તેથી જ પિત્તાશય કાઢવાથી એમાં કોઈ સુધારો થતો નથી. ઓપેરશન પછી દર્દીને આ લક્ષણો ન સુધારવાથી નિરાશા થાય અને સમય જતાં દર્દી એવું અનુભવશે કે આ પેટની સમસ્યાઓ પિત્તાશય કાઢવાથી થઈ છે.
આજ રીતે, જો આપને પિત્તાશય કાઢ્યા પછી પેટ ભારે અથવા ફુલેલું લાગતું હોય, કબજિયાત હોય, પેટમાં ચૂંક આવતી હોય, તો આ સમસ્યામાં સુધાર માટે નીચે મુજબ આહારમાં ફેરફારનો પ્રયત્ન કરી જુઓ.
આ પ્રકારના સામાન્ય આહારના ફેરફારોથી તમારી સમસ્યામાં કોઈ સુધારો ન જણાય, તો તમારા સર્જન ને મળી તેમની સલાહ લઈ શકો છો.
અમારા બધાં જ દર્દીઓ પહેલાં જ દિવસથી તકલીફ વગર આહાર લઈ શકે છે. શરૂઆતમાં થોડા દિવસો, તેમણે એકસાથે થોડા પ્રમાણમાં ખોરાક લેવાનો રહે છે, પરંતુ બીજી કોઈ પરેજી કે બંધન હોતા નથી. અને બે થી ત્રણ દિવસોમાં તે સામાન્ય આહાર પર પાછા ફરી શકે છે કે, જે તેઓ સર્જરી પહેલા લેતા હતા. પિત્તાશયને કાઢવાથી પાચનમાં કોઈ ફેરફાર થતો નથી. તેથીજ અમારા દર્દીઓ માને છે કે, અમારું સેન્ટર એ પિત્તાશયની પથરીની સર્જરી માટેનું ઉત્તમ સેન્ટર છે.
દર્દીને પોતાને પિત્તાશય કાઢવાની સર્જરીના 2 વર્ષ પછી સાંભળો.
ડોક્ટર કે સર્જન જે આ પ્રકારની સર્જરી કરે છે, તેમની આ એક જવાબદારી છે કે તે દર્દીને આ તમામ હકીકત વિગતવાર સમજાવે. અમે તે કહેતા ગર્વ અનુભવીએ છીએ કે અમે અમારા બધા દર્દીઓને વિગતવાર બધું જ સમજાવીએ છીએ. તેમની અન્ય પાચન સંબધિત સમસ્યાઓ માટે પણ સારવારનું સૂચન કરીએ છીએ. મોટાભાગના કેસમાં આ સારવારમાં ફક્ત આહાર અને જીવનશૈલીમાં ફેરફાર તથા લેક્સેટિવ (રેચક પદાર્થ ) અને એન્ટાસિડ (એસીડીટી દૂર કરતો પદાર્થ ) પુરતી હોય છે. આથી જ અમે ઉત્તમ કાર્યક્ષમ પરિણામો તથા ગુણવત્તાસભર જીવન અમારા દર્દીઓમાં સર્જરી પછી પણ જોઈ શકીએ છીએ. આ જ કારણસર અમારા દર્દીઓ ર્ડો. ચિરાગ ઠક્કર ને પિત્તાશયની પથરીની સારવાર માટે ઉત્તમ ડૉકટર ગણે છે.
એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરી એ પિત્તાશયની પથરીની સારવાર અને સર્જરીની અમદાવાદમાં આવેલી ઉત્તમ હોસ્પિટલ છે. ર્ડો. ચિરાગ ઠક્કર આ સેન્ટરના હેડ છે. તેઓ GERD /એસિડ રિફ્લક્સ /હાર્ટબર્ન , હર્નિયા અને હાયટ્સ હર્નિયા ની સર્જરી , બેરિયાટ્રિક સર્જરી તથા વેઇટલોસ મેનેજમેન્ટ જેવી અન્ય સમસ્યાઓના નિવારણમાં પણ વિશિષ્ટ કુશળતા ધરાવે છે. તેઓ દર્દીઓને તેમની સમસ્યાઓને સમજવા તથા તેના નિવારણ માટે સક્રિય રીતે બ્લોગ્સ લખે છે અને વિડિઓઝ બનાવે છે. આ સેન્ટર ઇસોફેજિયલ મનોમેટ્રી તથા 24 કલાક pH અને ઇમ્પિડન્સ સ્ટડી ની સુવિધા પણ ધરાવે છે.