આજના સમયમાં ભારતમાં મેદસ્વીતા એટલે કે ઓબેસિટી એક સામાન્ય સમસ્યા છે. પશ્ચિમની દુનિયાથી શરૂ થયેલી આ સમસ્યા ભારતમાં પણ ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. અહીં, આપણે આ ચર્ચાને મોર્બિડ ઓબેસ વ્યક્તિ સુધી સીમિત રાખીએ છીએ, જેના માટે બેરિયાટ્રિક/ ઓબેસિટી સર્જરી સારવારનો અસરકારક વિકલ્પ છે. સામાન્ય રીતે, ભારતમાં મેદસ્વીતાથી પીડાતી વ્યક્તિઓના મનમાં બેરિયાટ્રિક/વેઇટલોસ સર્જરી વિષે કેટલાંય પ્રશ્નો, શંકા, ચિંતા અને ગેરસમજ હોય છે. એવા બેરિયાટ્રિકના દર્દીઓ માટે આ લેખ એક માર્ગદર્શિકા છે.
બેરિયાટ્રિક સર્જરી વિષે વાત કરતાં પહેલાં, આપણે મેદસ્વીતા વિષે કેટલીક મૂળભૂત બાબતો સમજવી જરૂરી છે. તેમાં, મેદસ્વીતાનો અર્થ શું થાય,મેદસ્વીતા થવાના કારણ ક્યાં છે, મેદસ્વિતાનું ક્યાં સ્તરો(Grade)માં મૂલ્યાંકન કરવામાં આવે છે, પશ્ચિમી દુનિયાના લોકો કરતા આપણે કેટલા અલગ છીએ, અને સારવારના ક્યા વિકલ્પો છે જેવી બાબતો શામેલ છે.
સૌપ્રથમ તો આપણે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે મેદસ્વીતાનો અર્થ માત્ર વજનનું વધારે હોવું તે નથી. મેદસ્વીતા એટલે માત્ર વધારે પડતી ચરબીનું કે વધારે કિલોનું આપણાં શરીરમાં જમા થવું તે નથી. મેદસ્વીતા એ World Health Organisation દ્વારા માન્યતા પ્રાપ્ત એક રોગ છે. આ બીમારી સાથે ઘણાં મેટાબોલિક, હોર્મોન તથા વર્તન(behavioral) સમ્બન્ધિત ફેરફારો જોડાયેલા છે. તે તમારા ખોરાક અને કાર્યની પસંદગીને અસર કરે છે અને તમારા જીવનધોરણ(quality of life) પર પણ મહત્વપૂર્ણ અસર કરે છે.
આપણે એ સમજવાની જરૂર છે કે મેદસ્વીતા માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં ખાવા-પીવાની રીતભાત, જીવનશૈલી તથા કાર્યશૈલીમાં આવેલાં પરિવર્તન, સામાજિક જીવનમાં આવેલાં પરિવર્તન, સોશીઅલ મીડિયા, રોજબરોજના કાર્યોમાં મશીનોનો વધુ પડતો ઉપયોગ જેવા કારણો શામિલ છે. અને આ બાબતોની વિવેકપૂર્ણ સમજ તથા તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો, મેદસ્વીતા સામે લડવા માટે ખુબ જરૂરી છે. ત્યારે જ આપણને વેઇટલૉસના સારા પરિણામ મળશે.
દરેક મેદસ્વીતાથી પીડાતી વ્યક્તિ સરખી નથી હોતી. એનો અર્થ થાય કે, 30 થી વધારે BMI વાળી દરેક વ્યક્તિને સમાન મેડિકલ રિસ્ક હોતું નથી. BMI વધવાની સાથે મેડિકલ સંબન્ધિત બીજી અન્ય સમસ્યાઓ પણ વધે છે. આમ, જો વ્યક્તિનો BMI 30-35 ની વચ્ચે હોય તો તેઓ Class I ઓબેસ વ્યક્તિની ગણતરીમાં આવેછે. જો વ્યક્તિનો BMI 35- 40 ની વચ્ચે હોય તો તેઓ Class II ઓબેસ વ્યક્તિ અથવા ગંભીર રીતે મેદસ્વીતાથી પીડાતી વ્યક્તિની ગણતરીમાં આવે છે. અને જો 40 – 50ની વચ્ચેના BMI વળી વ્યક્તિ Class III, મોર્બિડલી ઓબેસ ની શ્રેણીમાં ગણવામાં આવે છે. BMI 50 થી વધુ હોય તો દર્દી સુપર ઓબેસ ગણાય છે. મેદસ્વિતાનું મૂલ્યાંકન માત્ર BMI જોઈને થતું નથી. BMIની સાથે મેદસ્વીતા સાથે સંકળાયેલી ડાયાબિટીસ તથા અન્ય તકલીફો છે કે નહીં, તેવું પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમકે, જો તમારો BMI 35 – 40 ની વચ્ચે હોવાં છતાં, જો તમને મેદસ્વીતા સંબન્ધિત અન્ય તકલીફ પણ હોય તો તમને, મોર્બિડલી ઓબેસ ની શ્રેણીમાં ગણવામાં આવે. મેદસ્વિતાની શ્રેણીની સમજ, આપણને મેદસ્વીતાના ઉપચારના વિકલ્પો ને સમજવા તથા તેમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરવામાં મદદ કરે છે.
અંતમાં, દરેક વ્યક્તિ માટે વજન ઘટાડવાનું આયોજન વ્યક્તિગત રાખવું પડશે. તમે કદાચ વજન ઘટાડવાના કેટલાંય અલગ અલગ વિકલ્પોથી પરિચિત હશો જેમકે ડાયટિંગ, હર્બલ મેડિસિન્સ, વ્યાયામ અને ઘણાં બધાં વેઇટલોસ ક્લિનિક્સ. આ આયોજન તમારી ઉંમર, તમારા BMI, તમને ડાયાબિટીસ કે મેદસ્વીતા સંબન્ધિત અન્ય સમસ્યા છે કે નહીં, સર્જરીથી તમારી અપેક્ષા અને તમારી જીવનશૈલી પર આધાર રાખે છે. બધું જ મળીને હું કહીશ કે સ્વસ્થ જીવનશૈલી અને આહાર, દરેક મેદસ્વીતાથી પીડાતી વ્યક્તિના ઉપચારનો મહત્વપૂર્ણ ભાગ છે.
કેટલાંક દર્દીઓ એવાં પસંદ કરી શકાય કે જેઓમાં દવાઓ અને Endoscopic Balloon Placement જેવી હંગામી (temporary) પ્રક્રિયા મદદરૂપ થાય છે. દવાઓ અને Endoscopic Balloon Placement નો મુખ્ય હેતુ આહાર અને કસરતથી વજન ઘટાડવાના શરૂઆતના પ્રયત્નોમાં મદદ કરવાનો હોય છે. આમ છતાં, આજકાલ ઓબેસિટી સર્જરી, એક સુરક્ષિત અને ભરોસાપાત્ર પ્રક્રિયા બની ગઈ છે, ખાસ કરીને જયારે તે એક અનુભવી સર્જન દ્વારા કરવામાં આવી હોય. વેઇટલોસ સર્જરી જ એક એવો વિકલ્પ છે કે જેનાથી દરેક વખતે પર્યાપ્ત અને કાયમી વજનનો ઘટાડો પ્રાપ્ત થયો છે. અને જો તમને મેદસ્વીતાથી સંકળાયેલી અન્ય સમસ્યા પણ હોય તો તમારી રણનીતિ બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી અને ત્યાર બાદ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીની હોવી જોઈએ.
બેરિયાટ્રિક (વેઇટલોસ) સર્જરી આજના સમયનો એક માત્ર વિકલ્પ છે કે જેમાં સતત, નોંધપાત્ર અને લાંબા સમય માટે વજન ઘટાડો જોવા મળે છે. આથી જ એવી દરેક વ્યક્તિ કે જેમણે વધારે વજન ઘટાડવાની જરૂર હોય, તેમણે બેરિયાટ્રિક સર્જરીના વિકલ્પ વિષે જરૂરથી વિચારવું જોઈએ. ખાસ કરીને, જયારે તેઓને મેદસ્વીતા સંબધિત અન્ય તકલીફ પણ હોય. બેરિયાટ્રિક સર્જરીના વેઇટલૉસના પરિણામ ખુબ ઉત્કૃષ્ટ છે અને મેદસ્વીતા સંબધિત તકલીફોમાં પણ ઘણો સુધારો જોવા મળે છે. આમ, દર્દીઓના જીવનધોરણમાં સુધારો થાય છે.
સરળ ભાષામાં કહું તો, બેરિયાટ્રિક સર્જરી, વજન ઘટાડવાના હેતુથી કરવામાં આવતી તમારાં જઠર અને આંતરડાની સર્જરી છે. તમારા ખોરાક પરના નિયંત્રણ તથા તમારા પેટના હોર્મોન અને મેટાબોલિઝમના ફેરફારથી આ શક્ય બને છે. આજકાલ, મોટેભાગે આવી સર્જરી લેપ્રોસ્કોપીક સર્જરી એટલે કે મિનિમલ ઇનવેઝિવ મેથડ(Minimal Invasive Method)થી કરવામાં આવે છે. આ સર્જરીમાં કોઈ ચરબી કાઢવામાં આવતી નથી અને સર્જરી પછીનો પૂરો વજનનો ઘટાડો 12-18 મહિનાઓમાં થાય છે. અંતમાં, હું અહીં એ સ્પષ્ટ કરવા માંગીશ કે આ કોસ્મેટિક સર્જરી નથી. તે મેદસ્વીતાથી પીડાતી વ્યક્તિનાં સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારાના હેતુથી કરવામાં આવે છે. હવે ભારતમાં બેરિયાટ્રિક(વેઇટલોસ) સર્જરી તેનાં ટૂંકાગાળાના તથા લાંબાગાળાના ઉત્કૃષ્ટ પરિણામો સાથે કરવામાં આવતી એક સામાન્ય સર્જરી છે. એની વધારે સારી જાણકારી માટે આ વિડિઓ જુઓ.
બેરિયાટ્રિક સર્જરી કે વેઇટલોસ સર્જરી કે ઓબેસિટી સર્જરી દરેક માટે નથી. દરેક મેદસ્વીતાથી પીડાતી કે વધુ વજન ધરાવતી વ્યક્તિ એ વજન ઘટાડવા માટે આ સર્જરીનો સહારો ના લેવો જોઈએ. આ એક મોટી સર્જરી છે અને બેરિયાટ્રિક સર્જરી માટે ત્યારે જ વિચારવું જોઈએ કે જયારે તે જરૂરી જ હોય. નીચે દર્શાવેલા માંપદંડો દર્શાવે છે કે વ્યક્તિએ બેરિયાટ્રિક સર્જરી વિષે વિચારવું જોઈએ.
જો તમે આમાંથી કોઈ પણ શ્રેણીમાં આવતાં હોવ તો તમે અમને મળો અને આ સર્જરીના દરેક પાસાં વિષે વિસ્તારથી ચર્ચા કરો.
તમારા માટે વિવિધ પ્રકારની બેરિયાટ્રિક પ્રક્રિયા ઉપલબ્ધ છે. દરેકના થોડા લાભ અને થોડા નકારાત્મક પાસા છે.દરેક પ્રક્રિયા વિષે તમારે વિસ્તારથી સમજવું જોઈએ અને તમારા સર્જન સાથે તેના વિષે ચર્ચા કરવી જોઈએ કે તમારા માટે કયો વિકલ્પ સારો છે.પ્રક્રિયાના વિકલ્પની પસંદગી તમારા વજન, BMI, અન્ય મેડિકલ સમસ્યા, ઉંમર અને આ સર્જરીથી તમારી અપેક્ષા પર આધાર રાખે છે. સામાન્ય રીતે કરવામાં આવતી દરેક પ્રકારની બેરિયાટ્રિક સર્જરી વિષે નીચે સંક્ષિપ્તમાં લખ્યું છે.
એમાં સર્જરી કરીને જઠરનો મોટો ભાગ કાઢી નાખવામાં આવે છે, જેથી તેની સાઈઝ પહેલાં કરતાં 25% જેટલી રહી જાય છે.જઠરનો કાઢી નાખેલો ભાગ ભૂખ લગાડવા માટે જરૂરી હોર્મોન Grehlin બનાવે છે. આથી, સર્જરી પછી, જઠરનો એ ભાગ ના રહેવાથી ભૂખ ઓછી લાગે છે અને થોડું જમવાથી જ સંતોષનો અનુભવ થાય છે.
તુલનાત્મક લાભ
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો .
આમાં સ્ટેપલિંગ કરીને જઠરના ઉપરના ભાગમાં નાનું એવું પાઉચ બનાવવામાં આવે છે જેનાથી ખોરાકની માત્રા પર નિયત્રંણ રહે છે. નાનાં આંતરડાના થોડાં ભાગને એમાં બાયપાસ કરવામાં આવે છે જેનાથી ખોરાક પાચકરસોને થોડા સમય પછી મળે છે, જેનાથી લીધેલા ભોજનમાંથી કેલેરીનું શોષણ ઓછું થાય છે. આ સર્જરીમાં, સર્જરી પછી કેટલાંય ડાયજેસ્ટિવ હોર્મોનમાં ફેરફાર થાય છે , જેથી વજન ઘટાડી અને ઘટેલું વજન જાળવી રાખવામાં તથા મેદસ્વીતા સંબધિત સમસ્યામાં સુધારો લાવવામાં મદદ મળે છે.
તુલનાત્મક લાભ
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.
મીની ગેસ્ટ્રીક બાયપાસ ટેકનિકલી જોઈએ તો Roux-en-Y ગેસ્ટ્રીક બાયપાસથી ઓછી જટિલ સર્જરી છે. આમાં આગળના બે વિકલ્પોની તુલનામાં મોટા પ્રમાણમાં malabsorption થાય છે.આથી, ફોલો-અપનું ચુસ્ત પાલન તથા વિટામિન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેવું ખુબ મહત્વપૂર્ણ છે.
તુલનાત્મક લાભ
સામાન્ય રીતે ભારતમાં ઉપર જણાવેલ ત્રણ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. મોટાભાગના દર્દીઓમાં આવશ્યકતા મુજબ, આમાંથી કોઈ એક પ્રકારની સર્જરી, તેમને યોગ્ય પરિણામ આપે છે. જરૂર હોય છે કે તમે તમારા સર્જન સાથે વિસ્તૃત ચર્ચા કરો કે તમારા માટે કયો વિકલ્પ યોગ્ય છે.
દરેક મોટી સર્જરીમાં થોડા-ઘણાં હદ સુધીનું જોખમ રહેતું હોય છે.વેઇટલોસ સર્જરીમાં જોખમ તમારાં અન્ય રોગ અને સર્જરીના પ્રકાર પર આધાર રાખે છે. અહીં નીચે અમે તેના સામાન્યરીતે જોવા મળતાં જોખમ અને આડઅસરોનું લિસ્ટ આપેલું છે.
જોખમ
આડઅસરો
આમછતાં, જો સર્જરી એક્સપર્ટ હાથથી થાય અને સર્જરી પછીના ફોલો-અપનું ચુસ્તપણે પાલન થાય તો જોખમ ના બરાબર જ હોય છે. આદર્શ ગાઈડલાઇનનું પાલન કરીને જો સર્જરી કરવામાં આવે તો કોમ્પ્લિકેશનના એકદમ ઓછું કરી શકાય છે. તમે આ પ્રક્રિયાના જોખમ વિષે ચર્ચા કરવા માટે અમારી સાથે વાત કરી શકો છો .
સર્જરીના પ્રકાર, દર્દીની સ્થિતિ અને જીવનશૈલીના આધારે, 6 મહિનાથી 2 વર્ષના સમયગાળામાં દર્દીના Excess Body Weight (EBW) ના લગભગ 70 -80 % વજન ઘટશે. મોટાભાગના દર્દીઓમાં શરૂઆતના થોડા મહિનાઓમાં વજન જલ્દીથી ઘટે છે. થોડા મહિનાઓ પછી વજન ઘટવાનો દર ઓછો થઈ જાય છે પરંતુ, સર્જરીના 18 થી 24 સુધી સતત વજન ઘટતું રહે છે.
સર્જરી પછી, તમારી મેદસ્વીતા સંબધિત તકલીફોમાં સુધારો થઈ જાય છે. કેટલીક તકલીફો સંપૂર્ણપણે મટી જાય છે. બેરિયાટ્રિક સર્જરી પછી દરેક સમસ્યામાં કેવો સુધારો આવે છે તે જાણવા માટે આ ફોટો જુઓ.
મેદસ્વિતાની સર્જરી પછી પ્રજનન ક્ષમતા વધે છે. જો તમે એક મહિલા હોવ તો ઝડપથી વજન ઘટવાના સમયગાળા દરમ્યાન ગર્ભાવસ્થા અને પ્રસુતિના તણાવથી બચવા માટે, સર્જરી પછી ઓછામાં ઓછા બે વર્ષ સુધી ગર્ભાવસ્થા ટાળવાની સલાહ આપવામાં આવે છે. તમારે આ સમય દરમ્યાન ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની જરૂર છે. અને તમારું વજન સ્થિર થાય તે પછી જ ગર્ભધારણ કરવાની યોજના કરવાની સખ્ત સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની સર્જરી કરાવતાં પુરુષો માટે આ પ્રકારના પ્રતિબંધની જરૂરત હોતી નથી.
સર્જરીના એક વર્ષ પછી, ખુશ, સ્વશ્થ અને વધારે સક્રિય જીવન જીવતા હશો. તમારા જીવનની ગુણવત્તામાં ખુબ સુધારો થશે.
આ જ સાચું કારણ છે કે કેમ બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી ભારતમાં વધારે વધારે સામાન્ય થતી જાય છે.
બાયપાસ સર્જરી કરાવેલાં, અમારા દર્દીનો અનુભવ સાંભળો.
ભારતમાં બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીનો ખર્ચ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. તેમાં મુખ્ય બાબતો છે:
સર્જરીનો ખર્ચ સર્જરીના પ્રકાર પર આધારિત છે. બાયપાસ સર્જરી નો ખર્ચ સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી કરતાં થોડો વધારે હોય છે. જો તમને હ્ર્દય, કિડની, કે શ્વાસ લેવા સંબધિત કોઈ ભારે સમસ્યા હોય ખર્ચ એનાથી પણ વધી જાય છે. એનું કારણ એ છે કે સર્જરી પહેલાં અને પછી આ દરેક સમસ્યાઓના ઉપચારની જરૂરત પડી શકે છે. સાથે જ, હોસ્પિટલમાં વધારે રોકાવું પડી શકે છે અને ICU માં પણ રહેવું પડી શકે છે. અંતમાં, એક મહત્વપૂર્ણ વાત, કોમ્પ્લિકેશન થાય તો તે સ્થિતિમાં ખર્ચ વધી જાય છે. કારણ કે વધારે સારવાર, દવાઓ, અને હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે. પરંતુ, સાચું કહીએ તો, ભારતમાં, અન્ય દેશોની તુલનામાં, સારવાર સમાન ગુણવત્તાની હોવા છતાં, બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીનો ખર્ચ ઓછો છે. તમે તમારા પ્રશ્ન આ ફોર્મ ભરીને મોકલી શકો છો અને અમે તમને જણાવીશું કે તમારા કેસમાં અંદાજિત ખર્ચ કેટલો થશે.
અમે તમારા વજન ઘટાડવાને માત્ર અમારું ધ્યેય રાખતાં નથી, પરંતુ તમારી નોર્મલ હેલ્થને પાછી લાવવાનું પણ ધ્યેય રાખીએ છીએ. આ સિવાય, અમે તમારુ ઘટેલું વજન તથા સ્વાસ્થ્ય જીવનભર જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. જેનાથી તમે જોશભરી,ખુશહાલ જિંદગી શકો છો અને તમારા જીવનના વ્યક્તિગત લક્ષ્ય સુધી પહોંચી શકો છો. આ બધું ફોલો-અપના ચુસ્ત પાલનથી જ શક્ય બને છે. ફોલો-અપ સર્જરી પછી પણ સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવામાં મેદસ્વી વ્યક્તિને કેટલીયે નાની નાની તકલીફોનો સામનો કરવો પડે છે જે એક અવરોધ છે.અને અમે આ દરેક નાના નાના અવરોધોને દૂર કરવામાં આપની સહાયતા માટે એક ટીમના રૂપે હંમેશા તૈયાર છીએ.
આ જ કારણ છે કે, અમારા દર્દીઓનું માનવું છે કે આ ભારતમાં બેરિયાટ્રિક (ઓબેસિટી) સર્જરી માટે સૌથી ઉત્તમ કેન્દ્ર છે. આ માત્ર એટલાં માટે નહીં કે ડો. ચિરાગ ઠક્કર સૌથી સારા બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જનોમાંના એક છે, પરંતુ, અમે એક ટીમના સ્વરૂપે આ લક્ષ્યને પ્રાપ્ત કરીએ છીએ જે એકમાત્ર સર્જરીથી પ્રાપ્ત થઈ શકતું નથી.